પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૪૮


હતા તેવા જ પાછા વળ્યા અને એ દિવસોનાં રાજપ્રકરણ ઉપર પોતાની વ્યવહારકુશળ શૈલીએ સંયમશીલ અને નરમાશભરી અસર પાથરતા રહ્યા. પાછા વળતાં પોતાને જે અસાધારણ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ તેનાથી તેણે પોતાનું સમત્વ લેશમાત્ર નહોતું ગુમાવ્યું.

'એજ વસ્તુ વારે વારે બની. એનો અમેરિકાનો અનુભવ અત્યંત કટુ હતો, ત્યાં એક બાજુથી એને ગુપ્ત વિપ્લવની હિંસામય યોજનાઓમાં ઘસડી જનારાઓ હતા, અને બીજી બાજુ હતા છુપા જાસૂસો કે જેઓ પલેપલ એના ઉપર ટાંપી રહી એની વાતચીતોમાં એકાદ અસાવધ શબ્દોચ્ચાર પડવાની જ વાટ જોઈ રહ્યા હતા. એ સંજોગોમાં પણ લાજપતરાય તો એના એજ નિર્ભય અને બાળક સમા નિખાલસ ને નિર્દોષ જ રહ્યા હતા. અમેરિકામાં એને ઓળખનારા ઘણાએાએ મને કહ્યું છે કે હિન્દના કોઈ પણ નેતાએ પૂર્વે ન ઊપજાવેલી એવી ઊંડી છાપ એમના પર લાજપતરાયે જ પાડી હતી.

'મને લાગે છે કે એ મહાન જીવનનું સહુથી વધુ વિલક્ષણ તત્ત્વ એના પ્રત્યેક ગુણોની જૂજવી ઉચ્ચતામાં નહિ પણ એ તમામ ગુણોની દુર્લભ મિલાવટમાં રહેલું છે.'

[ પંડિત મોતીલાલ નેહરૂ ]