પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૫૦



'એનું જીવન તો સેવા અને સ્વાર્પણનું મહાકાવ્ય હતું. સદાસર્વદા એનું સ્થાન તો સંગ્રામની મધ્યમાં જ રહેતું.'

[ પ્રકાશમ ]


'એક સાચા મહાન રાષ્ટ્રવાદીની અને સ્વાધીનતાને ખાતર લડનાર નિર્ભય યોદ્ધાની હિન્દને આજે ખોટ પડી છે, બલકે આ ખોટ તો સમગ્ર જગતને પડી છે. માનવ જાતિના વિકાસને માટે દસે દિશામાં ઝૂઝનાર એક મક્કમ આંતરરાષ્ટ્રીય પુરુષને જગત આજે હારી બેઠું છે.'

[ વિઠ્ઠલભાઈ પટેલ ]


'લાલા લાજપતરાય મરી ગયા. ઘણું જીવો લાલા લાજપતરાય ! હિન્દના નભોમંડળમાં જ્યાં સુધી સૂર્ય તપે છે ત્યાં સુધી લાલાજી જેવો માનવી મરે નહિ. લાલાજી એટલે એક માનવી નહિ, એક સંસ્થા. યૌવનથી જ એણે સ્વદેશ-સેવાને ધર્મ કરી સ્વીકારેલ. અને એનું દેશાભિમાન સાંકડા સંપ્રદાયનું નહોતું. એ જગત બધાને ચાહતા તેથી જ સ્વદેશને ચાહતા. એની રાષ્ટ્રીયતા આંતરરાષ્ટ્રીય હતી. તેથી જ યુરોપી લોકોનાં દિલ પર એનો એટલો કાબૂ હતો. યુરોપ અમેરિકામાં એને અનેક મિત્રો હતા. તેઓ એને ચાહતા કેમકે તેઓ એને ઓળખતા.'

[ મહાત્મા ગાંધીજી ]