પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સાલવારી

૧૮૬૫ : જન્મ, પિતા રાધાકિસન, જાતે અગ્રવાલ જૈન વણિક, વતન જગરાન, જીલ્લો લુધિયાના, પંજાબ.

અભ્યાસ : હાઈકૉર્ટ પ્લીડર. વ્યવસાય વકીલાતનો.

૧૮૮૬ : લાહોરમાં દયાનંદ એંગ્લો વેદિક કોલેજનું પાદરોપણ.

૧૮૮૮ : હિન્દી મહાસભામાં ભાગ લેવાની શરુઆત. સર સૈયદ અહમદ પર સુવિખ્યાત પત્ર લખ્યો.

૧૮૯૭-૯૮-૯૯ના દુષ્કાળોમાં સંકટનિવારણની પ્રવૃત્તિ.

૧૯૦૫ : મહાસભા તરફથી વિલાયતમાં પ્રચારકાર્ય માટે મોકલાતા પ્રતિનિધિમંડળમાં શ્રી. ગોખલેની સાથે પસંદગી પામ્યા. યુરોપને પ્રવાસે. અમેરિકાની શિક્ષણ-સંસ્થાઓનું તલસ્પર્શી નિરીક્ષણ.

૧૯૦૭ : હદપારી અને માંડલેના કિલ્લામાં ગિરફતારી. દસ મહિને મુક્તિ, સાત વર્ષ સુધી અથાક દેશસેવા.

૧૯૧૪ : અમેરિકાને પ્રવાસે : મહાયુદ્ધનો આરંભ : દેશમાં પાછા આવવા માટે પરવાનો ન મળ્યો. અમેરિકામાં લોકમત જાગૃત કરવા માટે જુમ્બેશ : 'યંગ ઈન્ડીઆ' પત્ર, દસ લાખ પત્રિકાઓ, 'ઇન્ડિઅન બ્યુરૉ' નામની સંસ્થાની સ્થાપના, પ્રવાસો, વ્યાખ્યાનો.