પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨

૧૯૧૯: હિન્દમાં પુન:પ્રવેશ : કલકત્તાની ખાસ મહાસભાનું પ્રમુખસ્થાન.

૧૯૨૧ : અસહકારના આંદોલનમાં આગેવાની : સભાબંધીના સરકારી હુકમ વિરૂદ્ધ પંજાબ મહાસભાસમિતિની બેઠક બોલાવી : પ્રમુખ તરીકે પોતે પકડાયા. બે વર્ષની સજા.

૧૯૨૨ : હિન્દુ મહાસભાની જુમ્બેશ. વડી ધારાસભામાં પ્રથમ સ્વરાજ પક્ષે પ્રવેશ અને પછી મોતીલાલજીની સાથે કાર્ય પદ્ધતિ પરત્વે ઝધડો, 'સ્વતંત્ર પક્ષ' તરફથી ધારાસભામાં પ્રવેશ. પ્રજાહિતના વિરોધી સરકારપક્ષ સાથે અવિરત સંગ્રામ, હિન્દ લોકસેવક સમાજની સ્થાપના.

૧૯૨૮ : નવેમ્બર : ૧૭. સાઇમન કમીશનની સામે કાળા વાવટાનું સરધસ કાઢતાં, લાહોરી પોલીસ અમલદારના લાઠી પ્રહારથી પડેલા જખ્મો અને તેને પરિણામે માંદગીથી થએલું મનાતું મૃત્યુ.