પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩

સત્યવીર શ્રદ્ધાનંદ



સાંભળીને સાહેબ તાજ્જુબ થયા. સંગ્રામસિંહને ફાંસી મળી, પણ હિન્દુસ્થાની પોલિસ અમલદારોને એ વીરના મૃત્યુથી બહુ જ દિલગીરી થઈ.

ખાટલા પર સૂતેલા એ સંગ્રામસિંહનો દેખાવ મને હજુ યાદ છે, મારા જીવન પર એની ઊંડી છાપ છે.

જાદુગર

બાલ્યાવસ્થાનું બીજું સ્મરણ તો એક એવા નરવીરનું છે કે જેણે મારા જીવનમાં ઉથલપાથલ મચાવી દીધી. કાશીમાં ગુપચુપ વાતો ચાલતી હતી કે એક ભયાનક જાદુગર આવ્યો છે, બડો નાસ્તિક છે, અને એની બન્ને બાજુએ દિવસે પણ મશાલો બળે છે ! એની સામે વાદ કરવા જનારા પંડિતો એના તેજમાં અંધ બની જાય છે ! મને બરાબર યાદ છે કે માતા એ દિવસોમાં અમને બહાર જવા નહોતી દેતી. એને ભય હતો કે રખે અમે બન્ને ભાઈઓ એ જાદુગરના ફાંસલામાં ફસાઈ પડીએ ! માતાજીને ક્યાંથી ખબર હોય કે એનો દેહ પડ્યા પછી એનો આ પ્યારો બેટો. એ જ જાદુગરનો અનુયાયી બની જશે ! એ જાદુગર દયાનંદ સરસ્વતી હતા.

રામાયણનો રંગ

મારા અંતર પર રામાયણનું અમૃત છાંટનાર એ બુદ્ધુ ભક્ત મને યાદ આવે છે. લાંબી પાતળી કાયા, તેજસ્વી નેત્રો, ને હોઠ પર નિરંતર રમતું હાસ્ય: રાત્રિયે રામાયણ