પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૮


છતાં સડકની સામી બાજુ એક મકાન ભાડે રાખીને ત્યાં પોતાની માશુકને વસાવી હતી. તબિયત એટલી નાજૂક કે મોંમાંથી નીકળતા સાધારણ શ્વાસને પણ સહન ન કરી શકે. કોઈ મુલાકાતે આવે તો પોતે પાછળ હટતા જ જાય અને વળી બોલે બહુ જ ધીરે ધીરે. પણ જ્યારે વર્ગમાં આવીને ભણાવવા બેસે ત્યારે એ અવાજ કેટલો બુલંદ બનતો ! જાણે કે તમામ શક્તિનો સંચય એ કામને માટે જ ન કરી રાખ્યો હોય !

મૌલવી સાહેબ

બીજી પુણ્ય-સ્મૃતિ છે અમારા અરબ્બી શિક્ષક મૈાલવી સાહેબની. વિદ્યાર્થીઓને એ 'બરખુરદાર' (ચિરંજીવી) શબ્દે જ સંબોધતા વર્ગમાં એ બેઠા હોય ત્યારે પણ વિદ્યાર્થીઓ છાનામાના બેસતા જ નહોતા, અને બહાર જાય એટલે તો કોલાહલનો સુમાર ન રહે. પાછા આવીને મૌલવી સાહેબ તોફાન કરનારને આજ્ઞા કરે કે 'બરખુરદાર ! બેન્ચ ઉપર ઊભા થઈ જાઓ.' વિદ્યાર્થી એક પગ બેન્ચ પર ને એક પગ નીચે રાખીને બોલે કે 'મૌલવી સાહેબ ! છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર થાય ?' એ સાંભળીને ભલા મૌલવી સાહેબ કહી દે કે વારૂ ! બરખુરદાર ! બેસી જાએા !' ભણાવતાં ભણાવતાં કોઈ અગત્યની નોંધ કરાવવાનો મુદ્દો આવે, એટલે મૌલવી સાહેબ બોલી ઊઠે કે “બરખુરદારો ! હવે મહત્ત્વની વાત આવી છે. જરા ધ્યાન દઈ