પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

યૌવનના તડકાછાંયા


સાંભળો.' તત્કાળ ચુપકીદી છવાય. રૂમાલ પડે તો પણ સંભળાય એવી એ ચુપકીદી !

આજ એ મૈાલવી સાહેબનો પિતાતુલ્ય પ્રેમ સાંભરતાં જ હૈયું ભરાઇ આવે છે, અને બીજી બાજુ હિન્દુમુસલમાનોના કંકાસ દેખી ઊંડી વેદના થાય છે. જે પવિત્ર ભૂમિએ બન્નેને જન્મ દીધો, જેનાં અન્નજલે બન્નેને પાળ્યાં પોષ્યાં, જેની ગંગાના શીતળ નીરે શાંતિ આપવામાં હિન્દુ મુસલમાન કે ઈસાઈ જેવો કશો ભેદ નથી રાખ્યો, એ માતૃભૂમિના પુત્રો સામસામા લડી માતાને સતાવે, એ કેટલું દારુણ !

ઉચ્ચ શિક્ષણના વાતાવરણમાં પ્રવેશતાં જ મારા પોશાકનું પરિવર્તન થયું. બલિયામાં અમલનો મદ ચડેલો તેમાં મસ્ત બની ઠાઠમાઠથી સિંહ-સરદારોનો પોશાક પહેરતો હતો. બનારસમાં આવતાં જ એ નશો ઊતરી ગયો ને પોશાકમાં બનારસની સાદાઈ અાવી ગઈ, મારી દિનચર્યાનો કાર્યક્રમ પણ નિયમિત બની ગયો. મને બરાબર સ્મરણ છે કે સંવત ૧૮૭૩ સુધી તો કોઈ દિવસ હું રાતે વાંચવા નથી બેઠો. *[૧]ગુરૂકુળ ખોલ્યા પછી થોડા વખત સુધી તો મેં આ જ નિયમ ચાલુ રખાવ્યો હતો, પરંતુ શિક્ષણમાં અંગ્રેજી કોલેજોના ગ્રેજયુએટો સાથે કામ લેવું પડ્યું, એટલે તે લોકોએ રાતના અભ્યાસ પર જોર દીધું, એટલું જ નહિ પણ સરસવના દેશી તેલને

બદલે ગ્યાસલેટ પણ બાળવાનો આદર કરી દીધો. મારી


  1. * મહાત્મા મુન્શીરામે સ્થાપેલું કાંગડીનું ગુરૂકુલ.