પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૨૦


ગેરહાજરીમાં જ તેઓએ આ ફેરફાર કરી નાખ્યો. હું પાછો આવીને અમારા અસલના નિયમનો અમલ કરાવવા મથ્યો, પરંતુ સુધારાની નવી રોશનીવાળા શિક્ષકબંધુઓએ મને રોકડું પરખાવી દીધું કે રાતે વાંચ્યા સિવાય પાઠ તૈયાર જ નહિ થઈ શકે ! હું મારા બ્રહ્મચારીઓને આ આપત્તિમાંથી ન બચાવી શક્યો, કેમકે હું પોતે જ મારી જુવાનીમાં ગ્યાસલેટ તેલનો અને ઝીણા અક્ષરોવાળી નવલકથાઓનો ભોગ થઈ ૫ડ્યેા હતેા.

અધોભ્રષ્ટ વારાણસી

એ વાત બાજુએ રહી. બનારસી ગુંડાની માફક હું પણ સાંજે મારી કમરમાં છૂરી લટકાવીને બહાર ફરવા જવા લાગ્યો. માતાપિતા પાસેથી મને સુડોલ શરીર તથા મજબૂત હાથપગ મળ્યા હતા. તે ઉપરાંત કસરતે મારૂં શરીર વજ્ર જેવું ઘડી કાઢ્યું હતું. આટલું છતાં યે હું વગર કારણે કોઇની સાથે બાખડી પડું તેવો નહોતો. ઊલટો હું તો શરમાળપણાની જ મૂર્તિ હતો. એ શરમાળપણાને પરિણામે જ મારામાં બે નબળાઈઓ હતી, કે જેનું બયાન હવે પછી આપીશ. પરંતુ શરીરબળનો પરચો બતાવવાના પ્રસંગો શરૂ થઈ ગયા. રવિવારની રજામાં શહેરની અંદર એક સંબંધીને મળીને હું આવતો હતો. રસ્તે એક સ્થળે ગુંડાનું ટોળું બેસતું હતું. તેઓ રોજ મારી હાંસી કરતા. પણ હું ધ્યાન ન દેતો. પણ એક વાર એક ગુંડે મારી પાછળ