પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૨૪


મારા પાપ પર અનેક તરંગો ઊઠ્યા. એ સંક્ષોભની અંદર પરમાત્માની અપાર કરુણાએ મને પોઢાડી દીધો. પ્રભાતે પક્ષીએાના ગાને અને ગંગા-સ્નાને મને શાંતિ અર્પી.

અવિશ્વાસનો આદર

પેલી ઝારી, પૂજાની થાળી અને મારી નિત્યની દેવપૂજાઃ એ બધાં ચાલુ જ હતાં. મારી શ્રદ્ધા–ધારા અખંડ વહેતી હતી. રોજ સાંજે વિશ્વનાથનાં દર્શન કર્યા પછી જ હું વાળુ કરતો. પોષ મહિનાની એક સાંજે હું કાશીવિશ્વનાથના મંદિરમાં ચાલ્યો. ગલીમાં પેસતાં જ પહેરાવાળા પોલિસે મને અટકાવ્યો. મને કહેવામાં આવ્યું કે 'રેવા રાજ્યનાં રાણીજી દર્શને આવ્યાં છે, એ ગયા પછી જ દ્વાર ખુલશે.' હું ખસીઆણો પડી ગયો. આ રૂકાવટે મારા હૃદયને જબ્બર આઘાત પહોંચાડ્યો, ઊઠીને હું ચાલ્યો ગયો. પહેરાવાળાએ મને સાદ પાડ્યા, પરંતુ હું ન રોકાયો. રાતે ભોજન ન લીધું. પથારીમાં હું આખી રાત આળોટ્યો, પ્રશ્નો પર પ્રશ્નો ઊઠ્યા: સાચેસાચ શું આ જગત્પિતાનો દરબાર, કે જેના દ્વાર પર એક રાણી આવીને સાચા ભક્તને રોકી શકે ! આવા પક્ષપાતથી ભરેલ મૂર્તિને શું દેવતા માની શકાય ? આ મૂર્તિઓને દેવતા બનાવી કોણે ? એને બનાવનાર તો ક્ષુદ્ર સલાટ જ હોય છે ના !

વ્યાકુલતા વધી ગઈ. ઘડીક ટેલું છું, ઘડીક બેસી જાઉં છું, ઘડીક આળોટું છું. વળી પાછાં પ્રશ્નેાનાં મોજાં પર મોજાં