પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫

યૌવનના તડકાછાંયા


ઊછળ્યાં : જો સાંસારિક વ્યવહારમાં પક્ષપાત છે, તો દેવતાના દરબારમાં કાં ન હોય ? શું મનુષ્યો પણ દેવતાઓ પરથી જ પક્ષપાત શીખ્યાં ? મારા સ્વચ્છંદી જીવને તો મને અશ્રદ્ધાળુ નહિ બનાવી દીધો હોય ? ગોસ્વામી તુલસીદાસજીના દોહા યાદ આવવા લાગ્યા:-

बार बार वर मागहुं हर्ष देहु सिय रंग
पदसरोज अनुपावनी भक्ति सदा सतसंग

એ દુહો ગુંજવા લાગ્યો, એક કલાક સુધી આંસુનો પ્રવાહ બંધાઈ ગયો. ઇષ્ટદેવ રઘુવીરને પ્રાર્થના કરી કે 'પ્રકાશ કરો, મને દોરો.” રૂદન થંભ્યું. પ્રાચીન ગ્રીસ અને એમની મૂર્તિપૂજાના ઇતિહાસ પર દૃષ્ટિ દોડી. અધરાતે નિશ્ચય કર્યો કે પાદરી લ્યુપોલ્ટ પાસે જઈ શંકાનું નિવારણ શોધીશ. વિચારમાં ને વિચારમાં કોણ જાણે ક્યારે આંખ મળી ગઇ.

બીજે દિવસે લ્યુપોલ્ટનો પીછો લીધો. પોતાના પંથમાં મને વટલાવવાને માટે બહુ જ પ્રસન્નતાભેર એણે મગજમારી કરી. પણ મારા ત્રણ દિવસના પ્રશ્નોથી ગભરાઈને સાહેબે મને Hopeless case (નિરાશાજનક મામલો) જાહેર કર્યો ! હું દોડ્યો સંસ્કૃત પંડિત પાસે. એણે મને લઘુકૌમુદી ભણાવવાનો આરંભ કર્યો. મને ઊલટો સંસ્કૃત પર કંટાળો આવ્યો. રોમન કેથોલીક અને પ્રોટેસ્ટંટ પાદરીએાને પકડ્યા. એની સભાએાની અને એક પાદરી આચાર્યના જીવન-વ્યવહારની મને એવી મોહિની લાગી કે હું બેપ્ટીઝમ લેવા તૈયાર થયો.