પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૨૬


એટલે સુધી વાત પહોંચી કે દીક્ષા લેવાની તિથિ નક્કી કરવા એક સાંજે હું એ આચાર્યને મકાને ગયો. બહારના અભ્યાસખંડમાં એને ન જોયા, એટલે મેં અંદરના ખંડનો પડદો ખસેડ્યો. ત્યાં મેં શું જોયું ? એક પાદરીને અને એક બ્રહ્મચારિણી સાધવી (Nun)ને એવી ધૃણિત દશામાં પડેલાં દેખ્યાં કે મૂઠ્ઠી વાળીને હું નાસી છૂટ્યો, ફરી કદી ત્યાં જવાનું નામ ન લીધું. ધર્મ પરથી આસ્થા ઊઠી ગઈ. ભોળા માનવીને ફસાવવાના બધા ફાંસલા લાગ્યા. હું તો ભક્ત કબીરનું ગીત ગાવા લાગ્યો-

આઉગા ન જાઉંગા, મરૂંગા ન જીઉંગા,
ગુરૂકે શબ્દ પ્યાલા હરિરસ પિઉગા;
કેાઈ જાવે મકકે લૈ કેાઈ જાવે કાશી,
દેખો રે લોગો દોહુ ગલ ફાંસી !
કેાઈ ફેરે માલા લૈ કેાઈ ફેરે તસ્બી,
દેખો રે લોગો યે દોનોં હી કસબી;
યહ પૂજેં મઢિયાં લૈ વહ પૂજે ગોરાં,
દેખો રે લોગો યે લૂટ લઈ ચોરાં.
કહત કબીર સુનોરી લોઈ,
હમ નાહિં કિસી કે હમરા ન કોઈ.

પક્કો નાસ્તિક બન્યો. મારી પૂજા ગઈ, છતાં ગંગા-સ્નાન અને કસરત, એ બે તો નિત્યનાં સંગાથી રહ્યાં.