પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯

યૌવનના ફાંસલા


યોગીરાજ !

પરંતુ આ શૈાર્ય મને કેવા ગુપ્ત પાપ પ્રત્યે ઘસડી જતું હતું ! એક દિવસ હું ગંગાકિનારે ટેલતો ટેલતો આગળ વધતો હતો. ખબર પડી હતી કે ગંગાતીરે એક ઘાટ ફસકી પડ્યો હતો અને એની નીચે એક ગુફા બની ગઈ હતી ત્યાં એક નગ્ન યોગી રહેતો. યોગી એક જ વખત આહાર કરતો ને પ્રથમ જેનું ભોજન પહોંચે તેનો જ સ્વીકાર કરતો. તેથી સેંકડો સ્ત્રીપુરુષો ઉત્તમ વાનીઓ તૈયાર કરી યોગીરાજને જમાડવા દોડતાં એ ઘાટ પર પહોંચતાં જ મને એક ચીસ સંભળાઈ. દોડીને ગુફા પાસે જાઉં ત્યાં મેં શું જોયું ! એક સ્ત્રીનું મસ્તક બહાર દેખાય છે, એના હાથ પકડીને કોઈક જાણે એને ગુફાની અંદરથી ખેંચી રહ્યું છે, ને એ બહાર નીકળવા મથે છે ! દોડીને મેં એના બન્ને હાથ પકડ્યા. ખેંચીને દુશ્મનના પંજામાંથી છોડાવવા મથ્યો. પણ મને લાગ્યું કે અંદરનો પિશાચ ઘણો જોરાવર અને કામાંધ હોવો જોઈએ. અબળાનો શ્વાસ ઘૂંટાતો હતો. મેં દૂરના પહેરગીરને બૂમ પાડી કે 'બિનાસિંહ ! બિનાસિંહ !' બિનાસિંહ ધસી આવ્યો. આવીને એણે મને જોરથી પકડ્યો એટલે મેં એ અબળાને બહાર ખેંચી લીધી.

સોળ વર્ષની એ યુવતી મૂર્છામાં પડી ગઈ. ત્યાં તો એક બીજી આધેડ સ્ત્રી આવી પહોંચી. મેં એ કુલટાને એાળખી. મારા એક ગ્રેજયુએટ મિત્રની એ ભોજાઈ હતી; અને મેં