પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧

યૌવનના ફાંસલા


ક્યારની યે પલટી નાખી હતી. પાશ્ચાત્ય પ્રેમશૌર્યના આદર્શને વશ બની મેં મને એક પીડાતી રમણીનો વીરરક્ષક (Knight-errant) માની લીધો. મનમાં ને મનમાં એ અબળાને હું મારી પ્રિયા (Lady-Love) અને મને પોતાને એનો સદાનો રક્ષક (Champion) કલ્પવા લાગ્યો. એ જ અરસામાં મારા મામાએ મને મદ્યપાનનો અભ્યાસ પણ મંડાવી દીધો. એટલે મેં મદ્યપ-વીર (Drinking kinght-errant)નું સ્વરૂપ ધારણ કર્યું. જો મને આપણા પ્રાચીન ઇતિહાસ પર શ્રદ્ધા રહી હોત તો હું એ પીડિત સ્ત્રીજાતિનો રક્ષાબંધુ બનીને એની રક્ષાનું વ્રત લેત અને રામાયણની જે જાનકી ઉપર મેં વારંવાર પવિત્ર અશ્રુધારા વહાવી હતી તે જાનકી મૈયાનાં જ આ અબળામાં દર્શન કરી હું એનો લક્ષમણજતિ બનત. પરંતુ એ વખતે તો હું આપણી સંસ્કૃતિને જંગલી અને આપણા સાહિત્યને મૂર્ખાઈનો ભંડાર સમજી બેઠો હતો !

અધઃપાતને એ માર્ગે હું બીજી વાર લપસ્યો. બે ત્રણ જ દિવસ પછી વિજયાદશમીનું તીર્થસ્નાન હતું. ચાર ઘડી રાત રહી હતી. હું મારાં ધોતી ઉપરણું બગલમાં મારી ગંગામૈયા પર જવા નીકળ્યો. બેક કદમ તો નહિ ભર્યા હોય ત્યાં એક તરૂણ અબળાને ગભરાટભરી, સ્ત્રીઓની ભીડમાંથી મારી તરફ દોડતી આવી દીઠી, એને એકલી અસહાય દેખીને એક દુષ્ટ મર્દે એના અંગ ઉપર હાથ નાખ્યો. આ દૃશ્ય મારાથી ન