પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૩૪



ચમકીને મેં નજર કરી, બહેન રાજરાણીને પોતાની સાસુ સાથે આવેલ દીઠી. નમન કરીને મેં શિર પર ટોપી પહેરી, ગળે દુપટ્ટો વીંટ્યો. બહેને મને ચાંદલો કર્યો, રક્ષાનું વ્રત લેવરાવ્યું અને મીઠાઈ ધરી. બહેનને મેં બે રૂપિયા આપીને વિદાય દીધી. કલુષિત અંતર જાણે કે ધોવાવા લાગ્યું. પ્રાયશ્ચિત્તનાં નીર વહેતાં થયાં. આ વખતથી મેં સ્ત્રીઓનો સમાગમ ત્યજ્યો, માતાજીના પિછાનવાળા પરિવારમાં પણ જવાનું છેાડયું.



પાપનું પરિબળ

પ્રત્યેક પાપ કેમ જાણે મારી યુવાવસ્થામાં જ મારી સાથેની લેણદેણ પતાવી દેવા માગતું હોય ને ! એટલે મદ્ય અને માંસની સાથે જુગારનો પણ હું ભોગ થયો. જુગાર ન રમીએ તો ગધેડાનો અવતાર આવે, એવો વહેમ હોવાથી હું પ્રથમ તો મારા પરિવારની અંદરજ કોડીઓ તથા રેવડીઓથી રમ્યો, પરંતુ બીજી જ રાતે લોભ લાગી ગયો. દોઢસો દોઢસો ને બસો આના સુધીનો દાવ ખેલવા લાગ્યો. કોઈ વાર પચાસ રૂપિયા સુધી જીત્યો તો કોઈ સાઠ સુધી હારી ગયો.