પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫

પાપનું બરિબળ


એક વાર ચારસો રૂપિયા જીતીને ઊભો થઈ ગયો. કેમકે મને મારા દુરાચારી જુગારી ભેરૂઓની ગંદી ભાષા પર તિરસ્કાર વછૂટ્યો. પછી આવ્યું મદ્યપાન. એફ.એ. [કોલેજનું પહેલું વર્ષ]ની પરીક્ષામાં નાપાસ થયાની વેદનાને મેં શરાબના શીશામાં ડુબાવી. પિતાજી રાતે ભોજન લઈ નવ બજે પોઢી જતા, એટલે રાત્રીનું રાજ મારા હાથમાં આવતું. મેજ પર 'ઍક્ષો નંબર વન'ની બ્રાંડીનો શીશો અને પ્યાલી: અને હાથમાં [૧]*Locke on Human understanding અથવા Bacon's Advancement of Learning and Essays ! એક તરફથી ફિલસુફીના સિદ્ધાંત પર સિદ્ધાંતનું વાચન અને બીજી તરફ પ્યાલીનું સુરાપાન ! સાત દિવસમાં તો સુતા પહેલાં રોજીંદી આખી બાટલી ખલાસ થવા લાગી. પિતાજી તો મેજ પર પુસ્તકો પડેલાં ભાળીને સમજે કે દીકરો તનતોડ તૈયારી કરે છે પરીક્ષાની ! સાત માસ આમ ચાલ્યું. અલીગઢ ટર્મ ભરવા ગયો. ગણિતના પ્રોફેસરને ઘેર અતિથિ બન્યો. એ પણ પીતા હતા. એટલે અમે બન્નેએ પીવાની હદ ન રાખી.

એમ કરતાં એક વાર હુતાશની આવી. ધૂળેટીની સાંજે અમને સહુ મિત્રોને ગુંડા બનવાનો તરંગ ઉપડ્યો. અમે ચાર જણ હતા, બે એક ભાડે કર્યા, જાંગ સુધી ઊંચી

ધોતી પહેરી. બે ખભા પર બે દુપટ્ટા લગાવ્યા, માથાની


  1. *ફિલ્સુફીનાં અંગ્રેજી પુસ્તકો