પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૩૬


ચોટલી ઊભી બાંધી. ઉઘાડાં માથાં : કમરમાં છૂરી : ને હાથમાં લીધા ડંડા. અક્કેક એકા પર બબ્બે જણા બેસી ચાલી નીકળ્યા. ઠણણ ! ઠણણ ! એકા ચાલ્યા જાય છે. ઊતરીને અમે એક જાનના જાનૈયાની ગિર્દીમાં ઘૂસી ગયા. ધક્કામુક્કી લાગતાં જ એક ગુંડાની ટોળી અપશબ્દો બોલતી અમને ધક્કા દેવા લાગી. અમારામાંથી બે જણા સરસ લાઠી ચલાવી જાણતા હતા. એટલે મારામારી મંડાઈ ગઈ. અમે એ લોકોને વધારે ટીપ્યા, પોલિસ આવે ત્યાં તો અમે એકા પર કૂદી પવનની માફક ઊડી ગયા. ઘેર પહોંચી સભ્ય વિદ્યાર્થીએાનો વેશ પહેરી લીધો. અમારો પત્તો તો કોઈને ન લાગ્યો પણ દસ પંદર બીજા ગુંડા પકડાયા. નિશ્ચય કર્યો કે હવે વેશ નહિ કાઢીએ, ત્યાં તો ત્રીજે જ દિવસે નવો તરંગ ઊઠ્યો.

કાશીમાં હોળી પછીના પહેલા મંગળવારની સાંજથી શરુ કરી ગુરૂવારની આખી રાત સુધી ગંગામાં નૌકાઓ તરે છે, અને એમાં નાચ-તમાશા થાય છે, સાત સાત હોડીઓ એક સાથે બાંધી મોટા ઓરડા રચાય છે, ને એમાં વારાંગનાના નાચ ચાલે છે. અમે પણ એ નાચનો તરતો જલસો નિરખવા હોડી ભાડે કરીને શણગારી લીધી, ગાલીચા બિછાવ્યા, સિતાર-તબલાંનો પણ રંગ જમાવ્યો, અને વાવટા પર લખ્યું કે “knowledge is power !” બીજી બાજુ લખ્યું “ગાઢી કંપની.” બસ, પછી તો કોની મગદૂર કે