પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

પાપનું પરિબળ


અમારી હોડીને રોકી શકે? જ્યાં જઈએ ત્યાં બીજી હોડીઓ હઠીને અમને રસ્તો આપે. પોલીસોની નૌકાઓને પણ ચીરતી અમારી હોડી તમામ નાચતમાશાને ઠેકાણે પહોંચી જતી. શુક્રવાર સવાર સુધી અમે સેલ કરી. ઘેર આવતાં જ મારા અંતરમાં ગમગીની છવાઈ ગઈ. આ વિલાસોની વિરૂદ્ધ મારા અંતરાત્માની અંદરથી અવાજ ઊઠ્યો, પરંતુ હું તો એ કાદવમાં ઉતરતો જ જતો હતો. ભાંગ પીવાનો અભ્યાસ પણ મિત્રમંડળમાં થઈ ચૂક્યો.

મથુરાના ચોબા

પિતાજી મથુરામાં આસી. પોલીસ ઉપરી નીમાયા. અને તે તીર્થધામમાં મને બે દૃશ્યો જોવા મળ્યાં, કે જે હું કદી નહિ ભૂલું. એક તે ચેાબાઓનું બ્રહ્મભોજન અને બીજી ગેાકળિયા ગોંસાઈજી લીલા.

હું ગયો એટલે પિતાજીએ ચેાબાને જમાડવાનો વિચાર કર્યો. અમારા ચોબાજીએ પૂછ્યું “કહો યજમાનજી, મણના દસ નોતરૂં, કે મણના ચાર?” હું ચકિત થયો. શું દસ દસ શેરના અથવા ચાર ચાર શેરના વજનવાળા ચોબા પણ થાય છે? ના, અર્થ એ હતો કે એક મણ મિષ્ટાન્નને ચટ કરી જાય તેવા દસ અથવા ચાર ચોબા ! એમ ઠર્યું કે “મણના ચાર” વાળા નોતરવા. ચારની જોડી તૈયાર જ હતી, અને એનાં નામ હતાં, સોટો, મોટો, છોટો ને લંગોટો ! નોતરાની સાથેસાથ જ અક્કેક દાતણ અને નવટાંક નવટાંક