પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર્ શ્રદ્ધાનંદ

૩૮


ભાંગ મોકલવામાં આવ્યાં. નહાવા જતી વેળાએ જ ચેાબાજી છીપર પર ભાંગ વાટી એની ગોળી કરી ગળા નીચે ઉતારી ગયા. આઠ બજે કૃષ્ણગોપલીલા ગાતા ગાતા ને નાચતા કૂદતા એ અમારે ઘેર પહોંચ્યા. એના ચરણો ધોવામાં આવ્યા. આસન પથરાયું. આજ્ઞા થઇ કે “લાવો યજમાનજી ભોગવિલાસી!” પોણો રતલ ભાંગ ભીંજાવી રાખેલી, એ ચોબાજીએ વાટી, અંદર બદામ એલચી ભેળવી દૂધ નાખ્યું, થોડી થોડી પ્રસાદી એણે અમને વહેંચી, બાકીની ચેાબાજી ચડાવી ગયા. અગીઆર બજે ભેાજન તૈયાર થયું. કહ્યું કે “ચોબાજી, પધારો ! ” પણ ચોબાજી ક્યાંથી ચાલે? આંખો બંધ છે. બોલ્યા કે “યજમાનજી, આસન પર દોરીને લઈ જાઓ.” હાથ પકડીને ઊભા કર્યા, ચરણ પખાળ્યા ને પાટલે બેસાડ્યા. પ્રથમ ત્રણ ત્રણ રતલ મલાઈ પેટમાં પડી, એટલે આંખો ઊઘડી, ને માગવું શરૂ થયું. ચાર ચાર રતલ પેડાઃ તે ઉપર શાકભાજી સહિત ત્રીસ ત્રીસ પુરીએાનો થર: પછી હલવો ને અંતમાં મલાઈની પૂર્ણાહુતિ. અમે એના હાથ ધોઈને હથેળીએામાં અક્કેક રૂપિયો દક્ષિણા ધરીને પછી પ્રણામ કર્યા, પણ તો યે ચોબાજી ઊભા રહ્યા. કહે કે “ યજમાનજી, હવે સત્યાનાશી પણ મળવી જોઈએ.” નવટાંક નવટાંક ભાંગ ફરીવાર દીધી ત્યારે ચેાબાજી ચાલ્યા. પિતાજીને ભય હતો કે આ બિચારાનાં પેટ ફાટશે તો પોતાને બ્રહ્મહત્યા લાગશે ! પણ સાંજે હું જ્યારે એ લોકોના સ્થાન પર ગયો યારે પેલી 'સત્યાનાશી'ના