પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯

પાપનું પરિબળ


રગડા વડે તમામ આહારને ભસ્મ કરીને એ ચારે જણ તો કુસ્તી લડી રહ્યા હતા ! અને રાહ જોતા હતા કે કોઈ હરિનો લાલ લાડુ ખવરાવનારો મળી જાય !

ગોંસાઇ-લીલા

હવે ગોંસાઈજીની લીલા કહું : દક્ષિણના એક ડેપ્યુટી કલેક્ટર વ્રજયાત્રા માટે આવેલા હતા. સાથે પોતાની પત્ની દીકરો ને દીકરી હતાં. પુત્રી પંદર વર્ષની હતી. અંગ્રેજી પણ ભણેલી હતી. મને આ કુટુંબનો પરિચય કાશીથી થઈ ગયેલો. એક દિવસ ગોપાલ મંદિરમાં ઉત્સવ હતો, સાંજના પાંચનો સમય હતો. મારી સાથે એક પોલીસ અમલદાર હતો. એ કહે કે “ચાલો ભાઈ, ગોસાંઈજીના અંદરના મહેલની સેલ કરાવું.” અમે તો ચાલ્યા. અમને કોણ રોકે ? “સંન્યાસી, ગુરૂ ને ચપરાસી” એ ત્રણને કોઈ ન અટકાવી શકે. કેટલાયે ઓરડા ! અને કેટકેટલી ભૂલભૂલામણીવાળા રસ્તા ! પાંચ મીનીટ ફર્યા ત્યાં વેદનાની ચીસ સંભળાઈ. ધક્કો દઈને પાસેના ઓરડાનું કમાડ ખોલી અમે અંદર પહોંચ્યા. જોઈએ તો એક અબળા કુમારીને ગોસાંઇજી પોતાની પાસે ખેંચી રહ્યા છે, ને અબળા નાસી છૂટવા મથે છે; પાસે એક આધેડ સ્ત્રી ઊભી છે. અમને જોતાં જ ગોસાંઈએએ કુમારિકાને છોડી સામેની કૃષ્ણની પ્રતિમા પ્રતિ આંગળી કરીને કહ્યું 'આ મૂર્તિ ભાળીને એ બિચારી ગભરાઈ ગઈ હતી એટલે હું એને શાન્ત પાડતો હતો.' તુરત કુમારી બોલી ઊઠી કે