પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૪૦


'Don't believe him sir ! He cought hold of me while I was touching his feet, Then I cried. O ! take me to my father.” [એની વાત ન માનશો હો મહાશય ! હું એનો ચરણસ્પર્શ કરતી હતી ત્યાં જ એણે મને પકડી એટલે જ મેં ચીસ નાખી, ઓહ ! ભલા થઈને મને મારા પિતા પાસે લઈ જાઓ !]

હું એ અબળાને એના પિતા પાસે લઈ ગયો. એ પણ પુત્રીને જ શોધતા હતા. પેલી આધેડ સ્ત્રી જ એને પૂજાને નિમિત્તે અંદર લઈ ગઈ હતી, અને પોતે ચરણસ્પર્શ કરીને એ કુમારિકાને આગળ કરી દીધી હતી. આ પોતે જ દક્ષિણના ડેપ્યુટી કલેક્ટર હતા. પેલી પણ એની જ પુત્રી હતી. મૂર્તિપૂજા પરથી શ્રદ્ધા ગુમાવીને એ પોતાના દેશમાં ચાલ્યાં ગયાં અને તીર્થક્ષેત્રોનાં પાપો મને પ્રત્યક્ષ થઈ ચુક્યાં.


લગ્ન–જીવન

જાલંધરના એક પ્રસિદ્ધ શાહુકારની પુત્રી વેરે મારૂં લગ્ન કરવામાં આવ્યું. ઉમેદ હતી કે મને યુવાન સ્ત્રી મળશે. પણ માયરામાં બેસતી વેળા જોયું કે એ તો બાર વર્ષની જ