પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩

લગ્ન-જીવન


મને એણે પાણી આપ્યું. શગડી પરથી ગરમ દૂધ ઉતારી, તેમાં સાકર મિલાવી મારા હોઠે ધર્યું. દૂધ પીધા પછી મને તાકાત આવી એ મધરાતનું દૃશ્ય દેખતાં મસ્તકમાંથી અંગ્રેજી નવલકથાઓ નીકળી ગઈ, અને તુલસીદાસજીએ આલેખેલી ઘટનાઓ દૃષ્ટિ સન્મુખ હાજર થઈ. એને નજીક બેસાડીને મેં પૂછ્યું : 'દેવી ! તું જાગતી જ બેઠી છે ? વાળુ પણ નથી કર્યું ?' જવાબ મળ્યો 'તમે ભેાજન કર્યા વગર હું શી રીતે ખાઉં ? અત્યારે હવે ખાવામાં શી મઝા છે ?' એ સમયની મારી દશા કલમથી તો નથી વર્ણવી શકાતી. મારા પતનની બન્ને કથાઓ એને સંભળાવીને મેં એની ક્ષમા માગી. ઉત્તરમાં એણે કહ્યું 'આવું આવું સંભળાવીને મારા પર પાપ કાં ચડાવી રહ્યા છો ? મને તો એક જ શિક્ષણ મળ્યું છે કે મારે સદા તમારી સેવા જ કરવી.” અમે બન્ને જમ્યા વિનાનાં જ સૂઈ ગયાં. વળતા પ્રભાતથી મારા જીવનમાં પલટો આવ્યો.

મારી દેવી

બીજે જ દિવસે દારૂના પારસી ઈજારદારને ત્યાંથી અત્યાર સુધી ચડી ગયેલા રૂા. ૩૦૦નું બીલ આવ્યું. ત્રણચાર દિવસની મુદત માગીને એ ઉઘરાણી મેં પાછી તો વાળી, પરંતુ મારા મોં પર ગ્લાનિ છવાઈ ગઈ. શિવદેવી (મારાં પત્ની)એ મને જમાડતી વખતે ગ્લાનિનું કારણ પૂછયું. અને હવે તો અમારી બન્ને વચ્ચે કોઈ પણ વાતનો અંતર્પટ ક્યાં હતો ? મેં બધું સ્પષ્ટ કહી