પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૪૬


શિકારીની ગોળી લાગેલી. એના પગ પર જખમ થવાથી એ બિચારો ચાલી શકતો નહોતો, અને પડ્યો પડ્યો આર્તનાદ કરતો હતો. એ તરસ્યો પણ હતો. મેં જઈને એને પાણી પાયું, ને જંગલની એક વનસ્પતિ વાટીને જખમ પર પાટો બાંધ્યો. પાટો બાંધતો ગયો તેમ એને આરામ આવતો ગયો. દવા ચોપડતી વેળા રોજ એ મારો પગ ચાટતો અને આરામ થયા પછી પણ એની એ ટેવ નથી છૂટી. તેથી જ એ રોજ મારી સમાધિને સમયે મારા પગ ચાટવા નિયમિત આવ્યા જ કરે છે, નક્કી સમજજે બેટા, કે અહિંસા અને સેવા અફળ નથી જાતાં.'

કોઈક અદૃશ્ય હાથ જાણે મારી નાસ્તિકતાનાં રૂદ્ધ દ્વાર હચમચાવવા લાગ્યો અને એ દ્વાર ભેદાવાનો પ્રસંગ પણ તુરત જ આવી પહોંચ્યો.

ગુરૂ-દર્શન

'બેટા મુન્શીરામ,' પિતાજીએ એક દિવસ કહ્યું 'એક દંડી સંન્યાસી આવ્યા છે. એ મહા વિદ્વાન યોગીરાજ છે. એની વક્તૃતા સાંભળીને તારા બધા સંશયો દૂર થઈ જશે. માટે કાલે તું મારી સાથે આવજે.'

બીજે દિવસે હું પિતાજીની સાથે વ્યાખ્યાનમાં ગયો. મનમાં તો થયું કે ફક્ત સંસ્કૃત જ જાણનારો એ સાધુ બુદ્ધિની શી વાત કરવાનો હતો ! પણ જતાં જ એ દિવ્ય