પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩

ધંધાની શોધમાં


મુક્યો. પણ ત્યાં તો મારા મગજની સ્વતંત્રતાને આઘાત દેનારો એક બનાવ બન્યો. અમારી હદમાં ગોરાઓની ફોજનો મુકામ થવાનો હતો ને મારે તેનો બંદોબસ્ત કરવા જવું પડ્યું. વેપારીઓ મારી પાસે રોતા રોતા આવ્યા કે લશ્કરવાળાઓ પૈસા ચૂકવ્યા વગર ઈંડાં લૂંટી ગયા ! મેં જઈને કર્નલને કહી દીધું કે જો આ ગરીબોના પૈસા નહિ ચુકાવો તો હું હમણાં ને હમણાં દુકાનો ઉઠાવી લેવરાવીશ.'

ત્યાં તો કર્નલ ભભૂક્યો “you will do it at your peril; what do you mean by being impertinent ?” [એમ કરીશ તો તું જોખમમાં આવી પડીશ. આટલી બધી ઉદ્ધતાઈને શો સબબ છે ?]

હું પણ ન રહી શક્યો. મે રોકડું સંભળાવ્યું કે 'I am taking away my men, I cannot bear this insult. you may do your worst.' [મારાં માણસોને લઈને હું તો આ ચાલ્યો, તારાં અપમાન મારાથી નહિ સહેવાય, તારાથી થાય તે કરી લેજે !]

આટલું સાંભળતા જ કર્નલ આગળ ધસ્યો. એટલે મેં મારા હાથનો ચાબુક ઉગામ્યો. એ પાછો હટી ગયો. હું ઘોડે ચડી ચાલ્યો આવ્યો. આવીને તહસીલદારને વાત કહી. એના ટાંટીઆ તો ધ્રુજવા લાગ્યા. પણ હું તો અંગ્રેજી રીપોર્ટ લખીને પહેાંચ્યો કલેક્ટર પાસે. જાઉં ત્યાં તો કર્નલ પણ બેઠેલો હતો. કલેક્ટરે મને ધમકી દેવા માંડી. મને