પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૫૬



અંધકારની છેલ્લી રાત

પરંતુ પિતાજીનો અંકૂશ અટકી પડ્યો. મેં ફિલ્લોરથી જાલંધર જઈ વકીલાત આદરી. દેવી પિયરમાં હતી. તેથી મને રોકનાર કોઈ ન રહ્યું. હું કુસંગતમાં ઘેરાયો. ફરી મદ્ય પર ચડ્યો. અરે ! અક્કેક સીસા સુધી પહોંચ્યો.

વકીલાતની બીજી પરીક્ષા માટે વ્યાખ્યાનો સાંભળવા હું લાહોર જવાની તૈયારી તો કરી ચુક્યો હતો. પરંતુ મદ્યમાંસ શોખીન મિત્રોના ફાંસલામાં સપડાયો. રોજ સાંજે એકાદ કોઈ મિત્રને ઘેર મુરઘાંનાં ગળાં કપાતાં, ઈંડાં શેકાતાં અને પ્યાલીઓની રેલમછેલ ચાલતી. દરરોજ દિવસભરનો અભ્યાસ એ સાંજની પ્યાલીમાં ઠલવાઈ જવા લાગ્યો. એક દિવસ એક વકીલને ઘેરથી ઢીંચીઢીંચીને રાતે હું પાછો વળ્યો. આવું ત્યાં તો જે મિત્રને ઘેર ઉતરેલો તે પણ સીસો લઈને જ બેઠેલા. બન્ને જણા પ્યાલી પર પ્યાલી ગટગટાવવા લાગ્યા મિત્રને નશો ચડી ગયો એટલે મેં એને વધુ પીતો અટકાવીને સૂવા મોકલ્યો. એ ગયા પછી મેં એક વાર અને જ્યાં બીજી વાર પ્યાલી ભરી ત્યાં બાજુના ખંડમાંથી એક કારમી ચીસ સંભળાઈ. હું અંદર દોડ્યો. જોઉં તો એક યુવાન અબળા મારા રાક્ષસ-મિત્રના પંજામાંથી છૂટવા તરફડે છે ! બે જ મીનીટ હું મોડો પહોંચત તો એનું શિયળ હણાઈ જાત. વિદ્યુતને વેગે મારી દૃષ્ટિ સન્મુખ ધર્મભગિની રાજરાણીની પવિત્ર મૂર્તિ અને મારી ધર્માંગના શિવદેવીની મુખાકૃતિ તરવરવા લાગ્યાં, એ નરાધમ