પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩

ધાર્મિક કસેાટી



આજે મારી ધાર્મિક પરીક્ષાનો દિવસ છે. પિતાજી પોતાના ઇષ્ટદેવની પૂજામાં કદી આળસ ન કરતા, છતાં બીજી બાજુ મુસ્લિમોની કબરોને પૂજનારા અનેક હિન્દુઓને તેમાંથી અટકાવવા તત્પર રહેતા. સેંકડો માણસોને એણે કબ્રસ્તાનમાંથી વાળી લઈ ઠાકોર-પૂજા પર સ્થિર કર્યા હતા. આજ પક્ષાઘાતથી પીડાતા પિતા આખા કુટુંબને હાથે સંકલ્પ કરાવતા હતા. ઘડામાં પાણી ભરેલું ને ઢાંકણી પર અકકેક તરબૂચ અને દક્ષિણા મુકેલ મારા સિવાય સહુ કુટુંબીજનો હાજર થઈ ગયેલ: એમણે સંકલ્પ કરાવવા માટે મને બોલાવવા માણસ મોકલ્યો. મેં ઊંઘવાનો ઢોંગ કર્યો, પણ નોકરે મને ન છોડ્યો. મારે જવું જ પડ્યું. એ દૃશ્ય હું કદી નહિ ભૂલું. રવેશમાં ઘડાએાની લાંબી હાર, અને પ્રત્યેક ઘડાની સામે મારો અક્કેક કુટુંબી બેઠેલો : એક ઘડાનું આસન મારે માટે ખાલી પડેલું. હું જઈ છાનોમાનો ઊભો રહ્યો.

પિતાજી બોલ્યા 'આવ મુન્શીરામ ! ક્યાં હતો ? બધાએ સંકલ્પ કરી લીધો છે. હવે તું પણ કરી લે. એટલે હું નિવૃત્ત થઈ જાઉં.'

સ્પષ્ટ કહેતાં હું ડર્યો મેં ઉડાઉ ઉત્તર દીધો 'પિતાજી, સંકલ્પનો સંબંધ તો હૃદયની સાથે છે, આપે સંકલ્પ કર્યો છે, તો તે આપનું જ દાન છે. ચાહે તેને દો'

હું આર્યસમાજી બન્યો તે ખબર પિતાજીને મળી ચુક્યા