પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫

ધાર્મિક કસોટી



નાઘોરી બળદ જોડાવીને અમારી માંઝોલી મને લાહોર લઈ જવા તૈયાર રખાવી હતી અને હું પિતાજીને પ્રણામ કરવા ગયો. મારા નમેલા મસ્તક પર બિમાર પિતાજીએ પોતાનો હાથ મૂકી મને આશીર્વાદ દીધા પણ હું ચાલતો થાઉ ત્યાં તો પિતાજીએ કહ્યું 'બેસ જરા વાર.' નોકરને ઇસારત કરવામાં આવી. તુરત એક થાળીમાં મીઠાઈ અને મીઠાઈ ઉપર એક આઠ આની હાજર થયાં.

'જા બેટા, પિતાજી બોલ્યા, 'ઠાકોરજીને આ થાળી ધરી માથું નમાવી, પછી વિદાય થઈ જા. હનુમાનજી તારી રક્ષા કરશે.'

સાંભળીને હું તો સ્તબ્ધ બની રહ્યો. કાપો તો લોહી ન નીકળે ! મેાંમાંથી જવાબ પણ નીકળી શક્યો નહિ. ચૂપચાપ બનીને હું થંભી રહ્યો.

'ભીમા,' પિતાજીએ નોકરને આજ્ઞા દીધી, “આ આઠઆનીને બદલે રૂપિયો મૂક તો !' પિતાજીએ મારા સદાના ઉદાર સ્વભાવ પરથી મારી ચુપકીદીનો એવો અર્થ બેસારી દીધો કે દીકરાને કદાચ આઠઆની જેટલી ક્ષુદ્ર રકમથી લજજા આવતી હશે !

રૂપિયો હાજર થયો. પિતાજીએ મારી સામે જોઈને કહ્યું 'લે બેટા, જા હવે બસ થયું ને ? જા, થાળી ધરાવી આવ.'

'ના પિતાજી !' મેં આખરે ભ્રમણા ભેદી; 'એ કારણ નથી, પરંતુ હું મારા સિદ્ધાંતની વિરૂદ્ધ વર્તન તો શી રીતે