પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૬૮


આવ્યાના ખબર મળતાં જ મંદિરમાંથી દોડી એમને નમસ્કાર કરી ચરણસ્પર્શ લીધો, પિતાજીએ પૂછ્યું “શું અધિવેશન સમાપ્ત થઈ ગયું ?” મેં સંકોચાઈને કહ્યું “ભોજન અને આરતી બાકી છે.” પિતાજીએ પ્રેમભરપૂર શબ્દે કહ્યું “ત્યારે શા માટે ઉતાવળ કરી ? અધિવેશન સમાપ્ત થયા પછી જ આવવું હતું ને !”

સાંભળી હું વિસ્મય પામ્યો. તલવનમાં તે દિવસ મૂર્તિ પાસે થાળ મૂકવાની ના પાડતી વેળાનો રોષ કયાં ! ને આજનો આ પ્રેમ ક્યાંથી ! સમજાયું નહિ. પણ વળતે દિવસે બધો ભેદ ખુલ્લો થયો.

બનેલું એવું કે જાલંધર જતી વેળા 'સત્યાર્થ પ્રકાશ' અને 'પંચ મહાયજ્ઞવિધિ' નામના મારા બે ગ્રંથો ઘેર પડ્યા રહ્યા હતા. પિતાજીએ આ પુસ્તકો દેખીને પંડિત કાશીરામજીને કહ્યું 'વાંચી સંભળાવો તો ! પણ જોજો હો નિંદાથી ભરપૂર નાસ્તિકતાનો ગ્રંથ હોય તો તે મારે નથી સાંભળવો.” પંડિત કાશિરામ ચતુર હતો. એણે પહેલો પ્રથમ બ્રહ્મયજ્ઞનો પાઠ સંભળાવ્યો. પિતાજી સાંભળતા ગયા તેમ તેમ શ્રદ્ધા વધતી ગઇ, પછી સત્યાર્થપ્રકાશનો પ્રથમ સમુલ્લાસ સંભળાવ્યો. સાંભળીને પિતાજી બોલ્યા “ પંડિતજી ! હું તો આજ સુધી અવિદ્યામાં જ પડ્યો રહ્યો. મારો મોક્ષ શી રીતે થશે ? આજ સુધી તો મેં નકામી ક્રિયાઓ કરી ! હવે તો હું વેદની જ સંધ્યા કરીશ.” પિતાજીએ વેદમંત્રો ને અર્થો કંઠે