પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯

ધાર્મિક કસોટી


કરવા માંડ્યા. અને ફરીવાર મને જાલંધરમાં જોયો ત્યારે મારા પરની એમની નારાજી પ્યાર રૂપે પલટી ગઈ.

પિતાજીનું અસીમ વાત્સલ્ય ફરીવાર પ્રગટ થયું. એમની ફરીવારની બિમારીને કારણે હું ઘેર ગયેલો હતો. અને એને મંત્રથી ઉપચાર કરવાનો ઢોંગ આચરનાર એક સાધુને મેં ઉઘાડો પાડ્યો હતેા. સાધુજીને રવાના કરી પિતાજીએ મને એકાન્તે બોલાવ્યો. નોકરને ઈસારત કરતાં જ નેાકરે એક કાગળનું પરબીડિયું હાજર કર્યું.

“એને ખોલ તો બેટા !” પિતાએ આજ્ઞા કરી. મેં એ ખેાલ્યું. અંદર જોઉં તો એક તામ્રલેખનું પતરૂં અને એક કાગળ પર લખેલું વસિયતનામું દીઠું. વસિયતનામાની અંદર વાંચું તો ત્રણે મોટેરા ભાઈઓના નામ પર કેવળ મકાન ને જમીન: અને તમામ રોકડ દ્રવ્ય તેમજ આભૂષણો મારા નામ પર ! વિશેષમાં બધાં ધર્મ-કાર્યો પણ મને જ ભળાવવામાં આવેલાં ! મારા શિર ઉપર કોઈ આફત ઊતરી હોય તેવો ગમગીન બનીને હું બેઠો રહ્યો, પિતાએ પૂછયું:

'કેમ રે મુન્શીરામ ! ચુપ કાં થઈ ગયો ?'

'મારા વ્યાજબી હિસ્સા ઉપરવટનો લગાર પણ વારસો સ્વીકારવા હું તૈયાર નથી.' મેં નરમાશથી કહ્યું.

'બેટા !' ઉભરાતા પ્યાર સાથે પિતા બોલ્યા, “તારા આર્યસમાજમાં જોડાવાથી મને જેટલો રોષ થયો હતો તેટલો બલકે તેથી પણ વિશેષ સંતોષ મને આજે તારા પ્રતિ થઈ