પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૭૨



છેલ્લી આજ્ઞા થઈ કે 'હવન કરાવો !' 'ભજન બોલો !' અમારા મુન્શી કૃષ્ણભજન કરવા લાગ્યા એટલે પોતે બોલ્યા કે 'કોઈ નિર્વાણ-પદ બોલો.' તુરત સૂરદાસજીનું પદ ઉપડ્યું. જાલંધરથી હવનની સામગ્રી આવી પહોંચી. સાંજે હું વેદનું ગુંજન કરવા લાગ્યો. મારા કાકાએ ગીતાનો પાઠ ઉપાડ્યો. સાંભળતાં સાંભળતાં જ પિતૃદેવની નાડી બંધ પડી ગઈ. 'મારાં ધર્મકાર્યો તું જ પાર ઉતારજે !' એ પિતૃ-સંદેશ મારા અંતરમાં ગુંજી રહ્યો.



પરીક્ષાની કતલ


પરીક્ષાના દિવસો સમીપ આવ્યા. મેં પરીક્ષા પહેલાં બે દિવસથી વાંચવું બંધ જ કરેલું, એ દેખીને મારા એક સહાધ્યાયી મુખ્તીયાર બંધુ તો મને જાનવર જ માની બેઠેલા ! અને મેં એ નાદાનને જ્યારે પરીક્ષાના સમય પહેલાં એક કલાક સુધી પણ ગોખતો જોઈને દયા લાવી એને પોપટમાંથી મનુષ્યાવતારમાં આણવા યત્ન કર્યો, ત્યારે એ પ્રેમના ઈનામ રૂપે મને એણે થોડી ગાળો ચખાડી. બીજી અજાયબી મારા માટે સહુને એ થતી હતી કે ત્રણ ત્રણ કલાકમાં પણ પૂરા