પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૭૪


'I refuse to argue on this point : એ વાત પર વાદ કરવા હું તૈયાર નથી.' એવો ઘમંડી જવાબ મળ્યો ! પ્રસન્ન વદને હું નીચે ઊતર્યો, મને હર્ષથી ઉછળતો દેખી મિત્રે સમજ્યા કે હું પાસ થયો છું. મારી વાત તેએાએ માની જ નહિ.

આ દેશભક્ત પરીક્ષક ! હવે એની સરખામણીમાં એક વિદેશી પરીક્ષકના વર્તનની વાત પણ લખું છું : દિવાની કાયદાની મૌખિક [Oral] પરીક્ષા લેનાર બેરીસ્ટર હીગીન્સ હતા. મારે તો એક વિષયમાં નાપાસ થઈ ગયા પછી બીજા વિષયમાં બેસવાની ઇચ્છા જ નહોતી. પણ મિત્રોએ મને આગ્રહથી ધકેલ્યો. પ્રથમ તો હું બેપરવાઈથી પ્રશ્નો સાંભળવા લાગ્યો, પણ પરીક્ષકનું પ્રેમભર્યું વર્તન ભાળીને લજ્જિત બની મેં સીધા ઉત્તર દેવા માંડ્યા. ચાર પ્રશ્નોમાં ચાલીસ દોકડા મળી ગયા એટલે બંદાએ તો કહી દીધું કે પાંચમાનો જવાબ નથી આવડતો. મી. હીગીન્સે મને પાંચ મીનીટ વિચાર કરવાની દીધી, તો પણ મેં એજ જવાબ દીધો ત્યારે એણે મને પ્રેમભર્યા શબ્દમાં કહ્યું કે 'હું તને બે મીનીટ વધુ આપું છું યત્ન કરીને ઉત્તર દે. અરધા દોકડા જરૂર આપીશ. મને નિરાશ ન કર' એજ સમયે મને ઉત્તર યાદ આવ્યો, પાંચ દોકડા વધુ મળી ગયા.

પરીક્ષા દઈને હું બહાર આવ્યો. પરીક્ષાની કતલમાં ઘાયલ થયેલા અનેક ઉમેદવારો મારે ઉતારે એકઠા થયા.