પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કથાઓ એ દાયકાના યુવાનોના ઘડતરમાં ઠીક ઠીક ભાગ ભજવનાર બની હતી '૩૧ - '૩૨ સુધીના યુવાનોનું વાચન એ પુસ્તકોથી સમૃદ્ધ બનતું રહ્યું.

તે પછી આ પુસ્તકો આંહીંના કાર્યાલયની પરિસ્થિતિને કારણે પ્રસિદ્ધિમાંથી જ લટકતાં ગયાં અને ક્રમે ક્રમે તેમનો કેડો લગભગ ઘસાઈ ગયો. આજે સૌરાષ્ટ્ર સાહિત્યમંદિરને પુનર્જીવિત કરવાનો મારો યત્ન ચાલે છે. 'કાઠિયાવાડના ઘડવૈયા' એ પુનરૂદ્ધારના શ્રીગણેશ લેખે જ પ્રજાને ગયે વર્ષે અપાયું, અને પ્રજાએ એ અણધારી ઝડપે ઉપાડી લઈ પ્રથમાવૃત્તિ ખતમ કરી. સૌ. સા. મં. ને 'રર થી '૩૧નો આકર્ષણ-કાળ તાજો થયો.

તે પછી 'આપણે આંગણે ઊડનારાં' એ નામનું પક્ષીઓની દુનિયાનાં રમ્ય, રોમાંચક અને રહસ્યભર્યા સત્યો વર્ણવતું સચિત્ર અને દળદાર પુસ્તક, વિદ્યાર્થીઓ ને વિદ્વાનો, બાળકો ને સ્ત્રીઓ બધાં જ વાંચે તેવી શૈલીમાં 'ઘડવૈયા'ના જ લેખકોએ લખેલું, પ્રકટ થવાને હવે વાર નથી.

દરમીઆનમાં આ બે તેમજ 'ઝંડાધારી'ની જીવનકથાઓની નવી આવૃત્તિ થાય છે તે નવા દાયકાના યુવાનોની સ્નેહસાંકળને ગયા દાયકામાં ગવાયેલા રાષ્ટ્રવિધાયકો સાથે જોડી દેશે.

તે પછીનું નવું સાહસ કૂલછાબ પ્રકાશનમાળાનું હાથ લીધું છે, જેની ડેમી ૮૦ પાનાંની અકકેક સુંદર પુસ્તિકા દર આઠ જ આને દર પખવાડીએ પ્રકટ થનાર છે. પહેલી પુસ્તિકા આવતી. તા. ર-૧૦-'૪ર ના રોજ, મહાત્માજીની જન્મગાંઠના મંગલદિને બહાર પડશે.


રાણપુર
૨૭ : ૯ : '૪૨
}
ઝવેરચંદ મેઘાણી