પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫

પરીક્ષાની કતલ


લાલા લાજપતરાયજી પણ એ જ વર્ષે પરીક્ષામાં બેઠેલા. અમે સહુએ સંપીને કાનૂની પ્રોફેસર કાર સ્ટીવન્સન સાહેબના મકાને ગયા. અને સહુની વતી મેં વિનંતિપત્ર રજૂ કર્યું. સાહેબે મને એકલાને જુદો લઈ જઈ સંભળાવ્યું કે 'મારા વિષયમાં તને સહુથી વધુ દોકડા મળ્યા છે, એટલે તું એકલો જ જે અરજી કરીશ તો હું સિફારસ કરીશ, બાકી બધાની સાથે રહીશ તો તારૂં કોઈ નથી સાંભળવાનું.”

લાંચીઓ લાર્પેન્ટ

ચુપચાપ હું પાછો ફર્યો અને અલાયદી અરજી કરવામાં આખા સમૂહનું અપમાન સમજી શાંત બેસી ગયો. પરંતુ મને એક અજાયબી માલૂમ પડી : મારી સાથેના તદ્દન નિરાશ થઈને પાછા ફરેલા અમુક સાથીઓના હૃદયમાં પાંચ સાત દિવસ વીત્યે પાસ થવાની આશા કયાંથી બંધાવા લાગી ! અરે એમાંના અમુક તો પાસ થઈને વકીલ સાહેબો પણ બની બેઠા. આનું રહસ્ય તુરત જ ખુલ્લું થયું. જાલંધર પહોંચતાં જ મને જણાયું કે પંજાબ યુનીવર્સિટિના નવા રજીસ્ટ્રાર મી. લાર્પેન્ટે રૂશવત લઈ પાસ કરવાની દુકાન માંડી દીધી છે. મને સંદેશો મળ્યો કે મારાથી તદ્દન ઉતરતા દોકડાવાળા સાથીએાએ પણ પાંચસો રૂપિયા ચુકાવીને પદવી મેળવી લીધી છે. અને લાર્પેન્ટ સાહેબ મારી પણ રાહ જુવે છે અને મારે માટે તો તેઓશ્રી અઢીસો રૂપિયા પણ બસ માનશે !