પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૭૬


રૂશ્વત દેવાનો ઈન્કાર કરીને મેં તો મી. લાર્પેન્ટને લખી પણ નાખ્યું કે 'જાહેર પત્રોમાં તારી પોલ ઉઘાડી પાડીશ.' બીજા એક યુરેઝીઅને પણ જાહેર ભવાડો કરવાનો દમ દેખાડ્યો. પરિણામે અમે રૂશવત ન દેનારા પણ પેલા પાંચસો પાંચસો દેનારાઓની સાથોસાથ પાસ થઈ ગયા. અમારામાંથી એક વીર નીકળી આવ્યો. એનું નામ લાલા ભક્તરામ : જાલંધર આર્યસમાજના એ ઉપપ્રધાન : પેલા દેશભક્તિ પરીક્ષકની છૂરીએ એને પણ ઘાયણ કરેલા. લાર્પેન્ટ સાહેબે એની પાસેથી રૂપિયા અઢીસો ની રૂશ્વત માગી. એક સ્નેહીએ રૂપિયા લાવીને હાજર પણ કર્યા. પરંતુ એ રીતે પાસ થવાનું વીર ભક્તિરામે હરામ માન્યું. એલ. એલ. ની પદવી લોકોમાં જગબત્રીસીએ ચડી ગઈ, 'લાઈસેન્શીએટ ઈન લો ' ને બદલે લોકોએ એને ' લાર્પેન્શીઅન લૉયર' એવો અર્થ બેસાડી દીધો !

પરંતુ લાર્પેન્ટ–લીલા એટલેથી જ સમાપ્ત નહોતી થઈ ગઈ. બીજે જ વર્ષે મેં વકીલની પરીક્ષા દીધી. મહિનાઓ સુધી એનું પરિણામ બહાર ન પડ્યું. કારણ કે ગયા વર્ષના એ નવશિક્ષિત લાર્પેન્ટ સાહેબે આ વર્ષ તો અનુભવમાં આરપાર બની બે હાથે છચોક રૂશવત લેવી શરૂ કરી દીધી. પાસ થવાનું મૂલ્ય રૂ. ૧પ૦૦ ખુલ્લેખુલ્લું બોલાતું હતું. સાહેબ બહાદુરે દલાલો પણ રોકી દીધા હતા. ૨૦૦ એ દલાલના અને ૧૩૦૦ સાહેબના. કોઈ કોઈ અક્કલના