પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૮૦


કર્યું હતું. મેં કહ્યું કે 'મારે એવું ભલું ન જોઈએ.' પાટિયું પાછું મોકલી 'વકીલ' શબ્દ છેકી 'મુખતીઆર' શબ્દ લખાવ્યો.

ધીરે ધીરે મારી મુખતીઅારીનું કામ ઝલકવા લાગ્યું. ઘણા ઘણા વકીલો કરતાં પણ મારી આમદાની ચડીઆતી થઈ ગઈ. પરંતુ સત્યાસત્યની એક એવી કસોટીમાં હું મુકાયો કે સત્યની બરદાસ્ત કરવા બદલ મારી તમામ પ્રતિષ્ઠા અપ્રતિષ્ઠામાં પલટાઈ ગઈ. બન્યું એવું કે મુન્શી મારી પાસે એક મુકર્દમો લાવ્યો. કોઈ વેપારીના ચોપડાના ખાતાના બાકી રૂ. ૧૦૦૦નો સાધારણ દાવો કરવાનો હતો. મેં ચોપડો જોયો તો બાકી લેણા રૂ. ૧૦૦૦ ઉપર ટીકીટ અને સહી નહોતાં, મેં કહી દીધું કે આ દાવો નહિ ચાલી શકે. એ વખતે તો એ વેપારી ચાલ્યો ગયો. પણ થોડા દિવસ પછી એણે બાકી રકમ પર પોતાની જ ટીકીટ લગાવી, દાવો લખાવી અદાલતમાં દાખલ કરી દીધો, અને મારા મુન્શીને મળી મુખતીઆરનામા પર મારી સહી પણ કરાવી દીધી.

સહી શી રીતે કરાવી ? એ સમજવા જેવું છે. જો પ્રભાતે સહી કરાવવા આવેલ હોત તો હું ચોપડો જોવા માગત. પણ કચેરીમાં જવા માટે હું ગાડીમાં ચડ્યો અને મુન્શીએ મુખતીઆરનામું સહી માટે ધર્યું. મેં કહ્યું કે 'ચોપડો જોવો જોઈએ' મુન્શી કહે કે 'સાહેબ ! મામૂલી ચોપડાના ખાતાના રૂા. ૧૦૦૦નો દાવો છે, એમાં રૂા. ૫૦ની તો ફી આપે છે. રૂ. રપ તો લઈ પણ લીધા છે, ફક્ત