પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧

વકીલાતની ગાડી


એકજ સુનાવણીનું કામ છે. એમાં મોટી શી વાત છે?' હું ભોળવાઈ ગયો. રૂ. ૨૦ના કામમાં રૂા. ૫૦ મળતા હતા ખરા ને ! એટલે મેં સહી કરીને ગાડી હાંકી મૂકી.

મોટી અદાલતમાંથી કામ કરી હું મુન્સફની કચેરીમાં પહેાંચ્યો. એજ દાવા માટે મારી રાહ જોવાઈ રહી હતી. મુન્સફ મારા પર અત્યંત કૃપા રાખતા. મને દાવો રજૂ કરવા ફરમાવ્યું. પ્રતિવાદીનું બચાવનામું વાંચતાંની વાર જ મને સંદેહ પડ્યો. મે મારા અસીલના મોં સામે જોયું અને ચોપડાનું ખાતું કાઢ્યું. બસ, મને ખાત્રી થઈ ચૂકી કે આ બધું અસીલ મહાશયનું કારસ્થાન જ છે ! હું લગાર પણ ન અચક્યો. મુન્સફ સાહેબને સભળાવી દીધું કે “સાહેબ મારા, અસીલે જૂઠી સહી (Forgery) કરી છે. હું એનો મુકદમો નહિ લડી શકું.” મુન્શીને મેં કહ્યું “એના રૂ. રપ પાછા આપી દેજો.”

અદાલતમાં એક જાણે માટે કડાકો થયો. મુન્સફે અંગ્રેજીમાં મને બહુ સમજાવ્યો કે “તારી પ્રતિષ્ઠા તૂટી પડશે, તારી કમાઈને હાનિ પહોંચશે.” પણ હું ન માન્યો. ચાલી નીકળ્યો.

બીજે જ દિવસ મારો ગ્રહ બદલી ગયો. મારી પાસે આવનાર અસીલોને અન્ય વકીલોએ ચેતવી દીધા કે 'પોતાના જ અસીલની ગરદન કાપનાર એ મુખતીઆર પાસે જવા કરતાં એવા વકીલ પાસે જાઓ કે જે પોતાના અસીલને ખાતર બધા કાવાદાવા રમવા તત્પર હોય !' અને સાચેસાચ