પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ સાક્ષીને બીજાઓ પ્રશ્ન પૂછી રહ્યા. પછી અમારા વકીલ તેને પ્રશ્ન પૂછવા માંડ્યા.

'લોકોને મારવા સારુ ભદ્રંભદ્ર બારણાં કહાડતા તે વખતે તે ઊભા હતા કે બેઠા હતા ?'

'ઊભો હતો. બેઠા બેઠા તે બારણાં કહાડતાં હશે ?'

'તમારો અભિપ્રાય નથી જોઈતો. બારણાં પાછાં ક્યારે મૂક્યાં ?'

'પોલીસવાળાને આવતો જોયો એટલે મૂકી દીધાં.'

'ત્યારે બારણાં તૂટૂ ગયાં એ વાત ખોટી !'

'ખોટી નહિ, પણ-પણ-તૂટેલાં બારણાં પાછાં મૂક્યાં હશે.'

'પોલીસવાળો આવ્યા પછી થાંભલા કહાડવા માંડ્યા ?'

'પહેલાં ને પછી તે કંઈ મેં લખી રાખ્યું છે? થાંભલો કહાડતો હતો એટલું હું તો જાણું. થાંભલો ઝાલીને હલાવતો મેં એને જોયો હતો.'

'છાપરું હાલ્યું હતું ?'

'સરત નથી. પણ હશે, હાલ્યું હશે. નળિયાં પડ્યાં હતાં, ઘણા દહાડાની વાત છે તે કંઈ બરાબર યાદ રહે છે ?'

'ત્યારે ભદ્રંભદ્રને પોલીસે પકડ્યા કેમ નહિ ?'

'એ તો નાસી ગયો હશે.'

માજિસ્ટ્રેટ બોલી ઊઠ્યા. 'હશે' નહિ ચાલે. પોલીસના આવતાં પહેલાં તોહોમતદાર નાસી ગયો કે આવ્યા પછી નાઠો, કે આવતાં જોઈને નાઠો, તે બરાબર કહે.'

'સાહેબ, એ તો યાદ નથી, નાઠો એટલું યાદ છે.'

'ત્યારે બારણાં પાછાં મૂકતો અને થાંભલો હલાવતો પોલીસના સિપાઈએ તેને જોયેલો કે નહિ ?'


'એ તો પોલીસનો સિપાઈ જાણે.'

'તેં પોલીસના સિપાઈને આવતો જોયો પછી તેં તોહોમતદારને ત્યાં જોયો હતો કે નહિ ?'

'જોયો હશે. પણ સરત નથી.'

સાક્ષી પાસે સત્ય કહેવડાવવાના બધા પ્રયત્ન વ્યર્થ ગયા. તાપ દેખાડ્યાથી સત્યવાદી બની જાય એવો તે કાચો નહોતો. બધા સાક્ષી આ પ્રકારના જ હતા. અમારા વિરુદ્ધ જૂઠું બોલાયું તેટલું જ અમારા લાભમાં પણ જૂઠું બોલાયું. ખરી હકીકત શી બની હતી તે નજરે જોનાર સિવાય બીજા કોઈથી નક્કી થવું અશક્ય હતું. ભદ્રંભદ્રની જુબાની લેવાઈ ત્યારે માજિસ્ટ્રેટને આર્યત્વ વિશે ઘણું જ્ઞાન મળ્યું હશે પણ કામ સંબંધી બહુ માહિતી તો નહિ જ મળી હોય.

માજિસ્ટ્રેટે પૂછ્યું, 'તમારું નામ શું ?'

'વિદ્યમાન ભદ્રંભદ્ર.'

'તમારું નામ વિદ્યમાન અને તમારા બાપનું નામ ભદ્રંભદ્ર ? પણ હું ધારું છું કે