પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવાની મારા વિદ્વાન મિત્રે નકામી તસ્દી લીધી છે. નં. ૬નો તોહોમતવાળો—'

બોલવાની મના હોવાથી ભદ્રંભદ્રે કાગળના કકડા પર 'માનાર્થે બહુવચનમ્' એટલું લખી વકીલને આ ક્ષણે તે પહોંચાડાવ્યો. કાગળ હાથમાં આવતાં વકીલ અટક્યા. કાગળ વાંચીને ચોળી દઈ નાખી દીધો. ભદ્રંભદ્ર તરફ ફરીને ખીજવાઈ જઈ દૃષ્ટિ કરી, અને પછી માજિસ્ટ્રેટ તરફ વળીને ભાષણ ફરી ચાલુ કર્યું. વિઘ્નને લીધે અનુસંધાનનું સ્મરણ કરવા પ્રયાસ કરવો પડ્યો એ સિવાય બીજી અપ્રસન્નતા પણ તેના મુખ પર સ્પષ્ટ જણાતી હતી.

'ભદ્રંભદ્ર પોતાનામાં રાક્ષસ સરખું બળ હોત તો પોતે શું કરત એ વિશે જે કંઈ કહ્યું હોય તે પરથી તેમનામાં હાલ જ્યારે એવું બળ નથી ત્યારે પણ એ જ કરવાની તેમની ઇચ્છા છે એવું અનુમાન કરવું એ કાયદા વિરુદ્ધ છે. વંદાના મોતની હકીકત ફક્ત કોર્ટને વહેમાવવા સારુ આ કામમાં અગાડી પાડવામાં આવી છે. વંદો મારીને ઉશ્કેરાયેલા માણસોએ નાતમાં આવી મારામારી કરી અથવા નાતમાં મારામારી કરવાના હેતુથી પ્રથમ વંદો માર્યો એમ માનવાનું કંઈ કારણ નથી. વંદાને મારી નાખ્યો એ જ વાત શક પડતી છે. શએરમાંથી વંડાની સંખ્યા થઈ એવો કંઈ પુરાવો ફરિયાદીએ આણ્યો નથી. વંદાની લાશ પણ રજૂ થઈ નથી, તેમ વંદો મરી ગયા પછી તેની લાશનું શું થયું. એ વિશે કંઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. વંદાને માર પડ્યાના સાહેદોમાં પણ બહુ તફાવત છે. કેટલાક કહે છે કે ફક્ત ડાબી તરફની મૂછો હલાવતો હતો, કેટલાક કહે છે કે તેને માર્યો તે ઈંટ સાફ ગોળ હતી, કેટલાક કહે છે કે તે ઈંટને સહેજસાજ ખૂણા હતા. આવા સાહેદો પર શો આધાર રાખી શકાય ?'

'તોહોમતવાળાઓ આબરૂદાર છે અને નં. ૬ના તો મહાદેવના ભગત છે માટે તેમને છોડી મૂકવા જોઈએ.'

માજિસ્ટ્રેટે ફેંસલો આપવો મુલતવી રાખ્યો, અને અમારી દશા નવેણમાં પૂરી રાખેલા પકવાનના ભાવિ સરખી અનિશ્ચિત રાખી અમને ઘેર જવા દીધા.

૨૬ : બ્રહ્મભોજનની ચિંતા

'કેસ' નો નિકાલ થઈ જાય ત્યાં સુધી મુખ્ખોચ્ચાર્વ્યાપાર માં શાંત રહેવા ની ભદ્ર્ંભદ્ર ને મિત્રોએ સલાહ આપી. અને વિચાર કરી જોયા પહેલા અને વિચાર કરી જોયા પછી, તેમને એ ઠીક લાગ્યું, કોર્ટ શું કરશે એ વિશે ચિંતા કે ભય તો મને કાંઇ છેજ નહી એમ તેઓ વારંવાર કહેતા. તેમને એમ કહેવું હતું કે,

'સુધારાવાળા અથવા કાયદાવાળા વધારે માં વધારે શિક્ષા મૃત્યુ ની કરી શકે. પણ મૃત્યુ ને મેં જીત્યુ છે. વેદ મંત્રોચ્ચાર થી વાયુ ને ગતિમાન કરી સમિપ આવતાં મૃત્યુ ને હું દર હઠાવી શકુ છું. પૂર્વકાળ માં તપસ્વીઓ હજારોનાં હજાર વર્ષ જીવતા હતા તે સુધારાવાળા અને કાયદાવાળા માનતા નથી તે કેવળ તેમનું અજ્ઞાન છે. શબ્દધ્વનિ થી