પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધારવું છે, કેમ બ્રહ્મભોજનની વ્યપવસ્થાઅ નક્કી કર્યા પછી રાત્રે પહેલાંની પેઠે નૃત્યા કરતાં મેં તેમને જોયા હતાં. કેટલાક દુષ્ટો હતા કે કેદમાં જતાં પહેલાં મિષ્ટાન્ન જમી લેવાની આ યુક્તિ હતી અને કેટલાક કહેતા હતા કે નિર્ભયતાનો આડંબર છતાં માજિસ્ટ્રેટની ભીતિ રહેલી હોવાથી શિક્ષાનું નિવારણ કરવા પુણ્યાર્થે આ બ્રહ્મભોજન યોજયું હતું. આ વાત ભદ્રંભદ્રે પોતે ખુલાસા સાથે કહી નથી, પણ પ્રતિજ્ઞાનું વિસ્મણરણ થવાનું કારણ તો તેમણે એ આપ્યું હતું કે ‘સુધારાવાળાનું આ કૃત્ય છે એમાં સંશય નથી. આ વાત મને ભુલવવામાં બીજા કોઇને શો લાભ હોય ! મારું નામ જેમ પૃથ્વીનમાં પ્રસિધ્ધછ થઇ રહ્યું છે તેમ સ્વ ર્ગમાં, દેવોમાં પણ પ્રસરી રહે તેનો દ્વેષ સુધારાવાળા વિના બીજા કોને હોય ? મારું નામ મારા કપાળ પર સુશોભિત રીતે મુદ્રિત થાય એ સુધારાવાળા વિના બીજા કોનાથી ન ખમાય ? શાસ્ત્રુપ્રમાણનો અભાવ છતાં પાશ્ચાત્યી ‘કાર્ડ’ પર નામાક્ષર લઇ ફરનારા સુધારાવાળા નામ દર્શાવવાની આ આર્યરીતિનું પરમ રહસ્યપ શી રીતે સમજી શકે ? અને ભોજનથી પુષ્ટપ થઇ બ્રાહ્મણો દેવોને પણ વશ કરવા શક્તિમાન થાય છે એ ચૈતન્યા‍વાદનો સિધ્ધાંીત બ્રાહ્મણોના ફૂલતા તુંદ વડે સંજ્ઞાશાસ્ત્રા નુસાર દ્રષ્ટિે થાય છે, તે ખ્રિસ્તીે ધર્મના જડવાદમાં પડેલા સુધારાવાળા-શી રીતે સમજાવી શકે? તેથી સુધારાવાળાઓએ જ આ વિસ્મૃરતિ કોઇ છલથી કરાવી છે એ વિના બીજું શું સિધ્‍ધ થાય છે કે થવું યોગ્યા છે ?’ વિલંબ વિના બ્રહ્મભોજનની તૈયારીઓ થવા લાગી. બહુ દિવસથી મંદ પડી ગયેલો ઉત્સાહ ભદ્રંભદ્રમાં ઉત્તેજિત થઇ આવયો. તેમની મીંડા જેવી ગોળ અને નાની પણ ચંચળ આંખોમાં અપૂર્વ ઉલ્લાસનો પ્રકાશ ચળકવા લગ્યો . તેમની મુખમુદ્રા પર ઘડી ઘડી આવી જતી સ્મિતરેખાઓ છેક અંદરના ઉંડાણનો સંતોષ દર્શાવતી હતી અને હલનચલનમાં રાસભ કરતા અશ્વને વધારે મળતી આવતી તેમની ત્વરિત ગતિથી તેમનામાં ચમત્કારિક ફેરફાર થયેલો દેખાતો હતો. ભોજનસમારંભમાં તેમને પોતાને કંઇ ખર્ચ કરવાનો નહોતો તેથી તેમનો હર્ષ કેવળ નિષ્કલંક અને શુધ્ધી હતો અને તે હર્ષને તેઓ પાણીની કાળાશ વિનાના જલશૂન્ય વાદળાની, રૂપિયાની કાળાશ વિનાની ખાલી કોથળાની તથા ખાંડની કાળાશ વિનાના મોળા દૂધની ઉપમાં આપતા હતાં. ભાષણનો નિષેધ હોવાથી તે વધારે બોલતા નહોતા તેથી બ્રહ્મભોજન પ્રતિ જે જે આર્યોચિત પ્રેર્મોમિઓ તેમના ચિત્તમાં ઉત્પન્ન થતી હતી; તે બધીનો આવિર્ભાવ થઇ શકતો હતો. તોપણ તેમણે પોતાની નોટબુકમાં આ પ્રસંગે લખી લીધેલી નોંધ ઉપરથી તેમના ચિત્તની ઉથલપાથલનો કાંઇક ખ્યાલ આવી શકે છે: ‘બ્રહ્મભોજન-એમાંથી બ્ર-હ્મ-ભો-જ-ન એ પ્રત્યે ક અક્ષરની વેદોકતતા સિધ્ધિ કરવી-તે પ્રત્યે કનો શાસ્ત્રા ધાર સુધારાવાળાઓને દર્શાવવો પ્રત્યેક અક્ષર - જોડા અક્ષમાંનો પ્રત્યેતક અક્ષર - તેમાંના પ્રત્યેપક કાનામાત્ર – એ પ્રત્યેાક વિશે મહાભારતથી પણ મોટો ગ્રંથ લખવાની આવશ્યયકતા – ભોજન બ્રહ્મમય બને છે – બ્રહ્મ ભોજનમય બને છે - બ્રહ્મભોજન તથા ભોજનબ્રહ્મનો સંજ્ઞાશાસ્ત્રાદ્રષ્ટિયએ ભુદ તથા ચૈતન્યાવાદદ્રષ્ટિ એ અભેદ – બ્રહ્મભોજનનું રહસ્યા – એ વિષયમાં સુધારાવાળાની ભૂલ – રહસ્યર મોદકમાં નથી પણ મોદકની મીઠાશમાં છે – એથી અર્થશાસ્ત્રશ ખરાં ઠરે છે -