પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૮૯
 

શાન તારે જમણે કર ઊઘડે નવરંગ પ્રભાત જ્યાં, તારે ડાબે કર પલકે સંધ્યાની પાંખ; મધ્યાહ્ને મધરાતે રેલે નવનવ જ્યેાતિ જ્યાં, ત્યાં ક્યમ પાસે પળપળ આંખ અમારી ઝાંખ સુરજન! પ્રભુજીને છાનું જઈ પૂછો એટલું ! તારો શબ્દ સનાતન આપ્યા તે જ ત્રિલેાકને, તુજ નાદે જાગ્યું બ્રહ્માંડ બધું સાનંદ; શાને કીધા ઘટ તે પડદા અમ હૈયાતણા ? એના પડઘા અમ હૈયેશે પડતા મંદ સુરજન! પ્રભુજીને છાનું જઈ પૂછો એટલું ! પ કીધા તે જળસંઘરતા દાનેશ્રી મેહુલા, તેને ચીરતી શાને કીધી તાતી વીજ ? અમૃત જેવી મીઠી અમ હૈયે શ્રદ્ધા ભરી, ૪ તેમાં ઝેર સમાં શે ઊગતાં શંકાખીજ ? સુરજન! પ્રભુજીને છાનું જઈ પૂછો એટલું ! હું પળપળ મુખમાં નામટણ ચાલે નટરાજનું, પળપળ હૈયામાં ચાલે દાનવનું નૃત્ય; પળમાં ઊડવું સ્વર્ગ, પળે પડવું પાતાળમાં; જૂહું જીવન વિરમે પછી શું જડશે સત્ય ? સુરજન! પ્રભુજીને છાનું જઈ પૂછજો એટલું ! 19