પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
ભજનિકા
 

3 ભજનકા અમને જવું અસત્યેામાંથી શું તુજ સત્યમાં તિમિરેથી જ જવું શું તુજ તેજે અમ કાજ ? મળશે શું મરતાં જ અમરતા અમને આખરે ? ડૂબશે તે જ ઊગરશે શું અમ આત્મજહાજ ? સુરજન! પ્રભુજીને છાનું જઈ પૂછો એટલું ! ૮ દીધી આશા લાંખી, જીવન કીધું ટૂંકડું હૈયે સ્નેહ ભર્યા તે આંખ ટપકતાં ઝેર; દીધી આંખ અમેાને, પેાતે રહ્યો અશ્ય તું; તું હું એક હતા તે વિખરાયાશી પેર? સુરજન! પ્રભુજીને છાનું જઈ પૂછો એટલું ! હું એલે ખેલ કદી ના, રહે અખાલ સદા ભલે : તારા ઉત્તરની જોશું યુગયુગભર વાટ; ફાડી અનંતતાની પાળ ઊછળતા આવશું ; તુજને વીંટી લઈશું સ્નેહે પરમ વિરાટ ! સુરજન ! પ્રભુજીને ખુલ્લું જઈ કહેજો એટલું ! ૧૦