પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૯૩
 

માન પ્યાલા - રાગ આશાવરી-ત્રિતાલ He ધર ધર, મનવા! પ્યાલા ધર ધર, ભર ભર, યાર, અમીરસ પ્યાલે ! ભર ભર, યાર, અમીરસ પ્યાલે, ઝીલ રસધાર ભરભર વહાલે ! કિરણે કરણે સરતું ઊડશે ધર ધર, મનવા ! – આ જાય પ્રભાત પલકતું, છલછલ છે પાત્ર છલકતું ; પળવારમાં પાતાળે ધર ધર, મનવા ! ઘડી એ ઘડીમાં નભ તપશે, ખળું બળું થઈ આગળ ધપશે; મનની મનમાં રહેશે, મળશે તલભાર નહીં કંઈ કાલે : ધર ધર, મનવા !

  • “ મજા દેતે હય ક્યા ચાર તેરે ખાલ ધરવાલે,”એ રાહ.