પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૨૭
 

વૈરાગ્ય બ્રહ્માનંદ - રાગ દેશ – તાલ લાવણી સારી આલમ ઝૂલે છે તારા આનંદમાં: આનંદમાં, પ્રભુ! આનંદમાં સારી આલમ ઝૂલે છે તારા આનંદમાં! - પળપળ રતિ તારી નવનવ નિહાળી, તારે તા આંગણે છે દિનદિન દીવાળી; લાગી છે લહેર સચ્ચિદાનંદમાં સારી આલમ ઝૂલે છે તારા આનંદમાં. આનંદે જન્મ સૈાના, આનંદે વાસા, આનંદે ગતિ પ્રગતિ, આનંદ દિલાસે; આખરની આશા એ બ્રહ્માનંદમાં: સારી આલમ ઝૂલે છે તારા આનંદમાં. લીલા આ તારી ખધી આત્ને હું છૂંટું, આનંદ આ તારા બધા પળપળ હું લૂટું; અદલ સમાઉં અનંતાનંદમાં ઃ સારી આલમ ઝૂલે છે તારા આનંદમાં. ૧૨૭ ૧ ૨ ૩