આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૧૫
ભક્તિ હારી જાઉં રે - રાગ દેશ—તાલ ચતુભ્રજાતિ એકતાલ-કહારવા હારી જાઉં રે હરિ! ગુણ તુજ ગાતાં પાર ના રે, પામું પાર ના રે હારી જાઉં રે. વિશ્વતણાં સહુ વૃક્ષ વસાવું, પાને પાને કવિત લખાવું; ગાઉં, ધૂન લગાવું, આવે સાર ના રેઃ પામું પાર ના રે. શૂન્ય વિષેથી વિશ્વ ઉડાડયું, તિમિર વિષેથી તેજ ઉગાડવું, વાટે પાડયું શબ્દ ફૂંકી આંકારના ૨: પામું પાર ના રે. ક્યાં ઊંચા તુજ સ્વમિનારા, ક્યાં નીચા મુજ દૈકિનારા ? ક્યાં તુજ તારા, ને મુજ દીપ દિદારના ૨? પામુ પાર ના રે. “ વારી જાઉં રે સાંવરિચાં તાપે વારના રે,”—એ રાહ. r ૧૫ ૧ - ૩