આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
ભજનિકા
સ્વ લૂંટારા ગરમી-રાગ આસાવરી મને લૂંટી ચાલ્યા લૂંટારા રે, શું જોઈ રહ્યા, નાથ મારા ૨?—— મારા દિલની દેલત લૂંટી રે, લીધાં ચિત્તનાં ચિંતવન ચૂંટી રે, મારી નવલખ આશા ચૂંટી રે, મારા સુખના આવ્યા આરા રે, આવા, વહાર કરા નાથ મારા રે! — મને લૂંટી ૧ - મને તનતન તણખા ઊઠે રે, મારા શિરમાં શણુકા ફૂટે રે, મારી પળપળ નાડી તૂટે રે; ભજનિકા મારે અંગ ધખે અંગારા રે, હજી જોઈ શું રહેા નાથ મારા રે?—મને લૂંટી ૨ મને દિનભર સૂરજ તાવે રે, મને શૃંગે ચંદ્ર ડરાવે રે, મને અન્ને નભ ગૂંગળાવે રે, તીણા ભાલા ભેાંકે તારા રે: ઝટ ધાજો હા નાથ મારા રે! મને લૂંટી- ૩