પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
ભજનિકા
 

૨૮ ઇશ્વરેચ્છા - રાગ બિહાગ – ત્રિતાલ નાથ! તું રાખે તેમ રહું : ભક્તિ સતત કરવા તુજ પળપળ દુઃખ અનંત સહું : નાથ! તું રાખે તેમ રહું. મ કદી કર પામે મધુર કુસુમ કે કદી કર અનલ ગ્રહું : માનવનું નહીં થાય ચહ્યું કંઈ; તારું જ ચાહું ચહું : નાથ! તું રાખે તેમ રહું. ઘટઘટની તું જાણે કથની, હું છું વિશેષ કહું ? તું કરનારી વિશ્વ સભરના, નહીં પામર જન હું નાથ! તું રાખે તેમ રહું. ભર્જનકા .