આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સતગુરુને ચરણે ઘેાળ એવા સતગુરુને ચરણે અમ શરણું સાંપડે, જેના શ્વાસે વહેતી પ્રભુની સતત સુગંધ; જેનાં લેાચનમાં સરતાં તેજો બ્રહ્માંડનાં, જેણે માયાને મધ્ય! કાયાના બંધઃ એવા સતગુરુને ચરણે અમ શરણું સાંપડે ! ૧ જેણે અંગે ચાળી ભસ્મ કરી સસારની, જેણે કઠે બ્રાહ્યા મૃત્યુતણા મણિહાર ; જેની પાવડીએ રજ લાગી સાતે સ્વની, જેને પગલે પડતા મેક્ષતણા ચિતાર : એવા સતગુરુને ચરણે અમ શરણું સાંપડે ! ર