પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ૐ જેણે જીત્યા છે. કિલ્લા કાયાના કાટિધા, જેણે જીત્યા વાયુબાંધ્યા મનના મહેલ; તીને જીતાડી જાણે જે પરામાત્મને, હીરા ઝળકાવે પથ્થરતે પાડી પહેલ : એવા સતગુરુને ચરણે અમ શરણું સાંપડે ! જેની ઉગગામાં અમૃત નિમળ તેહનાં, જેને મુખસાગર ગરજે પળપળ પ્રભુગાન; જેને આત્મા આતસ જેવા પાક ધગે સદા, જેનું જીવન રંક પરંતુ વિચાર મહાન ઃ એવા સતગુરુને ચરણે અમ શરણું સાંપડે ! ધારે ત્યારે દેવ ઉતારી દે જે સ્વગથી, ધારે ત્યારે માનવ મત્ય ચઢાવે સ્વગઃ એવા સતગુરુના અદ્ભુત પારસમણિસ્પર્શ હા, ક્રેટા અમ મટ્ટીમાં પ્રભુત્ત્પતિનાં ભગ ! એવા સતગુરુને ચરણે અમ શરણું સાંપડે ! ૫ અરદેશર ફરામજી ખબરદાર