પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૩ )

૨૧
(પ્રતિધ્વનિકા છંદ)
ધીમે ધીમે રજની વહેતી અહિ ચાલી
થઈ ખાલી ;
ધીમે ધીમે સૂતા મારી પલકારા
સહું .તારા;
ને કહિ પવન જઈ આરામ્ય ખુબ થાકી
નિશ આખી.
૨૨
ધીમે ધીમે સહુ ધબકારા રણ રેલી,
અહિ ખેલી,
દૂર જઈ અન્ધાર સમાતા કંઈ લાગે,
દિન જાગે;
પણ તેના ભણકારા વાગે મુજ કાને
અભિમાને.
૨૩
ધીમે ધીમે આંખ ઉષાની ઉઘડીને
મુખ ભીને
રૂપેરી ચુન કરતી ત્યાં કુસુમથી
નભ હેાતી,