પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્પણ

( હરિગીત )


જે હૃદય પ્રતિ નસનસ બધી ધસતી દિસે આ દેહની,
જે સિnધુ પ્રતિ સરિતા બધી ર્‌હે દોડતી અમ સ્નેહની,
તે નસ અને સરિતા અહિં એક જ પ્રવાહે સહુ મળે,
ઓ માત ભારત ! તુજ વિશે તે પુણ્યભાવે જઈ ભળો !

મુજ ગાન ગાયાં સર્વ તે આ એક ગાને જે શમે,
જ્યમ લક્ષ તારકતેજ તો રવિતેજમાં જઈ આથમે.
ગાયાં ન ગાયાં ગાન તે પણ સર્વ ત્હારાં છે તદા,
ઓ માત ભારત ! તુજ ચરણને સ્પર્શ તે ખીલો સદા !

મુજ મિષ્ટ મોંઘાં સ્વપ્ન તે ક્યમ અબળ વાણીમાં ભરું,
તુજ લાખઝરણી કીર્તિ તે ક્યમ એક જીભે ઉચ્ચરૂં ?
મુજ ગાનજીવન તેમ જીવનગાન તુજ ચરણે ધરું :
અર્પણ બધું તુજને જ તે અર્પણ અવરને શું કરું ?