પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રભાત, તેમ ભારતનો આત્મા જાગ્યો છે, અને એ જાગતાં જે પ્રભાત ઉગ્યું છે તેનો પ્રકાશ હવે પળપળ વધતો જ જશે, એવી પ્રત્યેક ભારતવાસીની દૃઢ શ્રદ્ધા છે.

ધર્મભક્તિ અને દેશભક્તિ એ માનવજાતિના ઇતિહાસના મુખ્ય અંશો છે, અને એ ઇતિહાસમાં નોંધાયેલાં અનેક પરિવર્તનનું મૂળ પણ એ જ બે અંશમાંથી જડી આવે છે. જો કે તમામ જગત એક જ પ્રભુનું કુટુંબ છે, છતાં દેશકાળાનુસાર જૂદી જૂદી પ્રજાએ બંધાતાં તે તે પ્રજાઓનાં વિશિષ્ટ લક્ષણોથી પ્રત્યેકનું વ્યક્તિત્વ ગણાય છે; અને જેમ પ્રત્યેક જીવ પોતાના જીવનના રક્ષણ માટે સતત મથન કરે છે તેમ પ્રત્યેક પ્રજા પણ પોતાનું સમુદાયજીવન ટકાવવા અને તેને સમર્થ કરવા મથે છે. આ મથન પણ પ્રભુના પ્રેમઝરણમાં રહેવા માટે આવશ્યક છે, કારણ જેમ વ્યક્તિનો આત્મા ઉચ્ચગતિ પ્રાપ્ત કરવા ધર્મબંધને પરમાર્થ શોધે છે, તેમ સમષ્ટિનો આત્મા પણ ઊંચે ચ્હડવા એ જ સમગ્ર વ્યક્તિઓના સ્વાર્થત્યાગની માગણી કરે છે, અને એવી રીતે પ્રભુના સતત ધર્મનું રક્ષણ કરીને તે જગતને ઉપકારક બને છે. ધર્મભક્તિ વિના દેશભક્તિ કાંઈ કામ આવતી નથી અને ઉલટી તે હાનિકારક થાય છે, તેનું પ્રત્યક્ષ દૃષ્ટાંત હાલના મહાયુદ્ધમાં પ્રખર દેશભક્તિ અને તમામ યુદ્ધસામગ્રી છતાં અંતે જર્મનીનો જે પરાજય થયો છે, તેમાં જડી આવે છે.

સદ્ભાગ્યે ભારતપ્રજાના ઇતિહાસમાં ધર્મભક્તિ પ્રથમથી જ આદિ- સ્થાન લે છે, અને એ ધર્મભક્તિથી જ એ પ્રજાનું જીવન કાળના અનેક મારા છતાં હજી ટકી રહેવા પામ્યું છે. તડકાછાંયા તો જગતના જીવનાકાશમાં વહ્યાં જ જાય છે, અને પ્રકાશ અમે અંધારું જીવન અને